Jagannath Rath Yatra 2023: રાજકોટમાં આઠ જેટલી રથયાત્રાનું આયોજન, 1640 પોલીસ જવાનો તૈનાત - Rath Yatra 2023

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 19, 2023, 11:08 AM IST

Updated : Jun 19, 2023, 4:39 PM IST

રાજકોટ: શહેરમાં આગામી તારીખ 20 જૂનનાં રોજ અષાઢી બીજના તહેવાર નિમિતે જુદી-જુદી 8 જેટલી રથયાત્રાનું આયોજન છે જેમાં મુખ્ય રથયાત્રા દિવસભર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફરશે. આ દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પોલીસનો અતિચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે. આ અંગે રાજકોટ શહેરના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા એક પત્રકાર પરિષદ યોજી રથયાત્રાનાં બંદોબસ્ત અંગે વિગતો આપી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે, રથયાત્રામાં 4 DCP, 6 ACP, 11 PI, 148 PSI, SRPની 2 કંપનીઓ સહિત 1640 પોલીસ જવાનોનો બંદોબસ્ત તૈનાત રહેશે અને બોડી વોર્ન કેમેરા- CCTV વડે બાજ નજર રખાશે.રાજકોટમાં રથયાત્રા દરમિયાન કોઈ ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યું છે અને આ માટે ખાસ જાહેરનામું બહાર પડાઈ ચૂક્યું છે. રાજકોટનાં નાનામૌવા ખાતે આવેલા ખોડિયાર આશ્રમ જગન્નાથ મંદિરથી સવારે 9 વાગ્યે આ રથયાત્રા નીકળશે. ત્યારબાદ રાજકોટના જુદા-જુદા રાજમાર્ગો થઇને ફરી જગન્નાથ મંદિરે પૂર્ણ થશે ત્યારે આ રથયાત્રા જ્યાંથી નીકળવાની છે તે તમામ માર્ગો પર CCTV દ્વારા સતત નજર રાખવામાં આવશે. કોઈપણ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરતા જણાશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે.રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવનાં જણાવ્યા અનુસાર રાજકોટનાં નાનામૌવા ખાતે આવેલ જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથની મુખ્ય રથયાત્રા નીકળશે. આ રથયાત્રામાં 1640 થી વધુ પોલીસ જવાન ખડેપગે તૈનાત રહેશે. જેમાં 4 DCP, 6 ACP, 11 PI, 148 PSI અને SRPની બે કંપનીઓ પણ સામેલ હશે. 

  1. Rajkot News : વાવાઝોડાની બલી ટળ્યા બાદ દેરડી ગામની બહેનોએ માથે હેલ લઈને ઠાકરના ગુણગાન ગાયા
  2. Rajkot News : રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, રૂ.11 કરોડથી વધુના વિકાસના કામો મંજૂર
Last Updated : Jun 19, 2023, 4:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.