અમદાવાદ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મંગળવારે મોડી રાત્રે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતની અંતિમ ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ક્રિકેટ ચાહકોને આ પ્રતિષ્ઠિત મેગા ટુર્નામેંટ પહેલા મોટો ફટકો પડ્યો છે જેનું કારણ ભારતીય ટીમનો મજબૂત સ્તંભ કહેવાતા જસપ્રીત બુમરાહને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે.
બુમરાહ ટીમમાંથી બાહર, આ ખેલાડીને ટીમમાં મળ્યું સ્થાન:
ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પાકિસ્તાનમાં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થઈ ગયો છે. જોકે, ભારત તેની બધી મેચો દુબઈ, સંયુક્ત આરબ અમીરાતમાં રમશે. ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અજિત આગરકરની આગેવાની હેઠળની 5 સભ્યોની રાષ્ટ્રીય પસંદગી સમિતિએ આ મોટી ઇવેન્ટ માટે બુમરાહની જગ્યાએ યુવા જમણા હાથના ફાસ્ટ બોલર હર્ષિત રાણાનો ટીમમાં સમાવેશ કર્યો છે.
A look at #TeamIndia's updated squad for ICC Champions Trophy 2025 🙌#ChampionsTrophy pic.twitter.com/FchaclveBL
— BCCI (@BCCI) February 12, 2025
બીસીસીઆઈના નવનિયુક્ત સચિવ દેવજીત સૈકિયાએ મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, "ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ કમરના નીચેના ભાગમાં થયેલી ઈજાને કારણે 2025ની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે."
તમને જણાવી દઈએ કે, બુમરાહને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની પાંચમી અને અંતિમ ટેસ્ટ દરમિયાન પીઠમાં ઈજા થઈ હતી અને ત્યારથી તે એક પણ મેચ રમ્યો નથી.
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) February 11, 2025
Fast bowler Jasprit Bumrah has been ruled out of the 2025 ICC Champions Trophy due to a lower back injury. Harshit Rana named replacement.
Other squad updates 🔽 #TeamIndia | #ChampionsTrophy https://t.co/RML5I79gKL
જયસ્વાલની જગ્યાએ ચક્રવર્તીને તક મળી
રાષ્ટ્રીય પસંદગીકારોએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમમાં યુવા સ્પિનર વરુણ ચક્રવર્તીનો પણ સમાવેશ કર્યો છે, જેમણે તાજેતરમાં જ વનડે ડેબ્યૂ કર્યું હતું. રેકોર્ડ અનુસાર ચક્રવર્તી 'સર ફારૂખ એન્જિનિયર' પછી ODI માં ડેબ્યૂ કરનાર બીજા સૌથી મોટી ઉંમરના ભારતીય ખેલાડી બન્યા.
સ્થાનિક ટુર્નામેન્ટમાં તમિલનાડુ માટે રમતા વરુણ ચક્રવર્તીએ આક્રમક ઓપનર યશસ્વી જયસ્વાલનું સ્થાન લીધું છે, જેને બીસીસીઆઈ દ્વારા જાહેર કરાયેલ ચેમ્પિયન્સ ટ્રોફી માટે કામચલાઉ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. દુબઈની પીચોની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને ચક્રવર્તીને ટીમમાં સામેલ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે, જે સ્પિનરોને મદદ કરી શકે છે.
શમી ઝડપી બોલિંગની જવાબદારી સંભાળશે
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં, ઝડપી બોલિંગની કમાન મોહમ્મદ શમીના હાથમાં રહેશે. જેમને અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને હાર્દિક પંડ્યા ટેકો આપશે.
INDIAN CHAMPIONS TROPHY CHANGES:
— Johns. (@CricCrazyJohns) February 11, 2025
- Harshit replaces Bumrah.
- Varun replaces Jaiswal. pic.twitter.com/8ncL9Cax8B
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતની ફાઇનલ ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી.
નોન ટ્રાવેલિંગ સબસિટ્યૂટ: યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને શિવમ દુબે. આ ત્રણેય ખેલાડીઓ ટીમ સાથે મુસાફરી કરશે નહીં અને જરૂર પડશે તો દુબઈ મોકલવામાં આવશે.
આ પણ વાંચો: