Horrific Road Accident: ઋષભ પંતની કાર અકસ્માતના સ્થળે વધુ એક હચમચાવી નાખે તેવો અકસ્માત - नॉरसन बॉर्डर पर एक और एक्सीडेंट
🎬 Watch Now: Feature Video
ઉત્તરાખંડ: રૂરકીમાં ક્રિકેટર ઋષભ પંતની કાર અકસ્માતના સ્થળે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાનો હચમચાવી નાખે તેવો વીડિયો સામે આવ્યો છે. ઘટના બાદ સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં એક કાળા રંગની કાર ખૂબ જ ઝડપે આવતી જોવા મળી છે. આ કાર પહેલા ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાય છે. આ પછી કાર રેલિંગ તોડીને પલટી ગઈ હતી. હરિયાણા રોડવેઝની બસ પણ તેની પાછળથી આવી રહી હતી. જેના કારણે આ કાર ટક્કરથી બચી ગઈ. આ ઘટના 15 માર્ચની સાંજે બની હતી. સામે આવેલી માહિતી પ્રમાણે આ અકસ્માતમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના એ જ જગ્યાએ થઈ હતી જ્યાં 30 ડિસેમ્બરે ભારતીય ક્રિકેટર ઋષભ પંતની કારનો અકસ્માત થયો હતો.