Satvik Traditional Food Festival : સ્વાદરસિયાઓ થઇ જાવ તૈયાર, માણો સાત્વિક ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલની પૌષ્ટિક વાનગીઓ
🎬 Watch Now: Feature Video
Published : Dec 23, 2023, 8:38 PM IST
|Updated : Dec 23, 2023, 8:45 PM IST
અમદાવાદ : 23થી 26 ડિસેમ્બર સુધી સાત્વિક ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલની આ વર્ષે પણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. અમદાવાદમાં સોલા ખાતે આયોજિત સાત્વિક 2023 શરુ થઇ ગયો છે. આઈઆઈએમએ ખાતે 15 વર્ષ પહેલા સાત્વિક ફેસ્ટિવલની શરૂઆત થઈ હતી. ત્યારે ફરી એકવાર આ વર્ષે પણ આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ખોરાકમાં વધતા જતા કેમિકલના વપરાશથી કેન્સર વધ્યા છે. લોકોને વિસરાતી જતી ભારતીય વાનગીઓ અને પ્રાકૃતિક અનાજ, ફળ અને મિલ્ક પ્રોડક્ટનો પરિચય થાય એ હેતુથી સૃષ્ટિ સંસ્થા બે દાયકાથી સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરે છે. પરંપરાગત પૌષ્ટિક ખોરાક અને સંલગ્ન જ્ઞાન પ્રણાલીની સાચવણી કરતો આ ફૂડ ફેસ્ટિવલ કરવાનો હેતુ એ છે કે કૃષિ-જૈવવિવિધતાના સંરક્ષણ માટે બજાર આધારિત પ્રોત્સાહનો મળે. ભાગ્યે જ અથવા ઓછા ઉગાડવામાં આવતા પોષણયુક્ત પાકો અને જાતોની માંગનું નિર્માણ કરવા ખેતીને ઉત્તેજન આપી શકેે. ઓછા વરસાદવાળા પ્રદેશોમાં, માટીના ખનિજો વધુ પડતા નથી અને તેથી ત્યાં ઉગાડવામાં આવતા પાકો જેમ કે બાજરી, જુવારની કઠોળ વગેરે વધુ સમૃદ્ધ હોય છે. આ ફેસ્ટિવલ વિવિધ રાજ્યોમાંથી ઓછા જાણીતા પરંતુ પોષક તત્વોથી ભરપૂર ખોરાકને શહેરી સમુદાયોની પ્લેટ પર પીરસીને પરિચય કરાવે છે જે તેમને આરોગ્યપ્રદ ખોરાકની આદતો અને જીવનશૈલી અપનાવવામાં મદદ કરે છે. આ આયોજન ખેડૂતોને પણ આવા પાક ઉગાડવા અને તેમની આવક વધારવા માટે પ્રોત્સાહિત કરે છે. સાત્વિક નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન અને ગુજરાત ગ્રાસરૂટ ઈનોવેશન ઓગમેન્ટેશન નેટવર્ક દ્વારા ઈનોવેશન એક્ઝિબિશનનું પણ આયોજન કરે છે.