ગોંડલમાં 1300 વિદ્યાર્થિનીઓ દ્વારા ત્રણ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજી - હર ઘર તિરંગા સર્ટિફિકેટ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 11, 2022, 5:39 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

રાજકોટ ગોંડલમાં લેઉવા પટેલ સમાજની એક સાથે 1300 જેટલી વિદ્યાર્થીનિઓએ દેશ ભક્તિના બેનરો સાથે તિરંગા યાત્રા યોજી હતી. આ યાત્રામાં દેશભક્તિને લગતા સૂત્રોચ્ચાર કરી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આ તિરંગા યાત્રા દરમિયાનના રૂટમાં આવતી પ્રતિમાં જેલ ચોક, ભગતસિંહ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર તોરા કરવામાં આવ્યા હતા જેમાં આ રેલી ગોંડલ શહેરમાં આઠ કિલોમીટર જેટલી યાત્રા ફરી હતી.  સમગ્ર ભારત દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી(Azadi ka Amrit Mohotsav) થઇ રહી છે. ઉજવણીના ભાગરૂપે આ વર્ષે કેન્દ્ર સરકારે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત 13 થી 15 ઓગસ્ટ દરમિયાન દેશના સૌ નાગરિકો પોત પોતાના ઘર, પ્રતિષ્ઠાન, કચેરી, કાર્યાલય, ઓફિસ, પર તિરંગો લહેરાવે તે અંતર્ગત તિરંગા યાત્રા (Har Ghar Tiranga )યોજાઈ રહી છે ત્યારે ગોંડલ યુ.એલ.ડી. કન્યા છાત્રાલયની 1300 વિદ્યાર્થીનિઓએ ગોંડલના મુખ્ય માર્ગો પર અંદાજીત 3 કિલોમીટર સુધીની સૌથી લાંબી ત્રિરંગા યાત્રા કાઢી હતી.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.