નવસારીના મરોલી ગામે ભંગારના ગોડાઉનમાં આગ લાગી - At Maroli village of Navsar

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 27, 2022, 4:02 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

નવસારી: નવસારીના જલાલપુર તાલુકાના મરોલી ગામે(At Maroli village of Navsari) ગોડાઉનમાં આગ(Fire in scrap godown) લાગી હતી. સ્પાર્કલ વિસ્તાર પાસે ભંગારના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જવાળાઓનું ભયંકર સ્વરૂપ જોઈ સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. નવસારીની ફાયર વિભાગની(Navsari fire department) બે ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે ભારે જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગને કારણે ભંગારનો ગોડાઉન બળીને ખાખ થઇ ગયો હતો. આગની ઘટનાથી આજુ બાજુના વિસ્તારની વીજળી પણ ડુલ થઈ ગઈ હતી. સમગ્ર વિસ્તાર અંધારપટમાં ફેરવતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. પ્રાથમિક ધોરણે શોર્ટસર્કિટથી આગ(Fire from short circuit) લાગી હોવાનું સામે આવ્યું હતું. આગની ઘટનાની જાણ મરોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.