thumbnail

By

Published : Jun 2, 2022, 12:32 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

ETV Bharat / Videos

MPના ગ્વાલિયરમાં હાઇસ્પીડ કારે યુવકોને ફિલ્મી સ્ટાઈલમાં ઉછાળ્યા, CCTV આવ્યા સામે

ગ્વાલિયર : મધ્યપ્રદેશના ગ્વાલિયર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેકાબૂ કારે (MP Car Accident) રસ્તાની બાજુમાં ઉભેલા ચાર યુવકોને ટક્કર મારી છે. ટક્કર એટલી જોરદાર હતી કે ચારેય યુવકો કૂદીને દૂર પડી ગયા હતા. ચારેયને ગંભીર ઈજાઓ પહોંચી છે, તેઓની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાનો એક CCTV ફૂટેજ (Gwalior Car Accident in CCTV)સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે એક સફેદ રંગની કાર ઝડપથી આવે છે અને યુવકોને ટક્કર મારે છે. કાર એક ક્ષણ (Gwalior Car Accident) માટે ઉભી રહે છે અને પછી ઉતાવળે હજીરા ચાર રસ્તા તરફ દોડે છે. ખાસ વાત એ છે કે આ અકસ્માત ઉર્જા પ્રધાન પ્રદ્યુમન (Energy Minister Pradyuman Tomar)તોમરના ઘર પાસે થયો હતો. ઇજાગ્રસ્તની ફરિયાદના આધારે કાર ચાલક સામે કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી આરોપી પકડાયો નથી. પોલીસ કારના નંબરના આધારે તેના માલિકને શોધી રહી છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.