Lions in Veraval : વેરાવળના સીમારમાં મધરાત્રે સિંહોનું ટોળું લટાર મારવા નીકળ્યું કે શિકાર માટે?જૂઓ CCTV ફૂટેજ - CCTV ફૂટેજ
🎬 Watch Now: Feature Video

સોમવારે મોડી રાત્રીના વેરાવળ તાલુકાના સીમાર ગામમાં (Lions in Veraval )એકસાથે 6 સિંહોનું ટોળું ચડી લટાર મારી રહ્યું હતું. આ દ્રશ્યો ગામમાં લાગેલ સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. રાત્રીના સમયે સિંહો આવી ચડતાં ખેતરોમાં પાણી વાળવા જતા ખેડૂતોમાં ભયની લાગણી જન્મી છે. મધ્યરાત્રીએ 2 વાગ્યાને 39 મિનીટે વેરાવળ તાલુકાના સીમાર ગામમાં એકી સાથે 6 સિંહોનું ટોળું આવી ચડયું હતુ. આંટાફેરા કરતા કરતા છએય સિંહો ગામની એક વાડીની પાળ કુદતા સિંહો સીસીટીવીમાં ( CCTV footage )પણ જોવા મળ્યા છે. સિંહો ગામમાં ખોરાક અને પાણીની શોધમાં (A herd of lions in search of prey)આવ્યા હોવાનું સીસીટીવીમાં જોવા મળતી સિંહોની હિલચાલ પરથી જાણકારો અનુમાન વ્યક્ત કરી રહ્યા છે.સિંહો (Asiatic Lion of Gujarat )વારંવાર ગામમાં આવી ચડતા હોવાથી નાના બાળકોની સુરક્ષાને લઈને ગ્રામજનોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST