દિકરીનો જન્મ થતા પરિવારે મંગાવ્યુ હેલિકોપ્ટર, જુઓ આ રીતે કરાયુ સ્વાગત - The newborn baby was brought by helicopter
🎬 Watch Now: Feature Video
પુણે જિલ્લાના ઘેડમાં હેલિકોપ્ટર દ્વારા નવજાત બાળકીને લાવવામાં આવી.(The newborn baby was brought by helicopter) છોકરો પરિવારના દીવાદાંડી સમાન છે. એવી માનસિકતા ધરાવતા આપણા દેશમાં પુત્ર ઘેલસા ખુબ છે, ત્યારે હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે અને છોકરીઓના જન્મને ખૂબ જ ઉત્સાહ પૂર્વક આવકારવામાં આવી રહ્યો છે. આવા જ એક જન્મોત્સવનું આયોજન ઘેડના શેલપિંપલેગાંવ ખાતે કરવામાં આવ્યું છે. ઘેડ તાલુકાના શેલપીંપલેગાંવમાં ગુડીપડવાના દિવસે બાળકીનો જન્મ થયો હતો. વિશાલ ઝારેકરે હેલિકોપ્ટર દ્વારા તેમની પુત્રીનું ઘરે સ્વાગત કર્યું. નવજાત બાળકીને જન્મતા વેત હેલિકોપ્ટરમાં લાવીને તહેવારની જેમ ઉજવણી કરી. આ જ સંદેશ હું સમાજને આપવા માંગુ છું, એમ વિશાલ ઝારેકરે જણાવ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST