ભાજપ કાર્યકર દ્વારા ટ્રેનની ટિકિટના રૂપિયા લઈ યુવકને માર મારવાનો વીડિયો વાયરલ

🎬 Watch Now: Feature Video

thumbnail
સુરત: ભાજપ કાર્યકર દ્વારા ટ્રેનની ટિકિટના રૂપિયા લઈ યુવકને માર મારવાનો વીડિયો વાયરલ થયો છે. આ યુવકે ભાજપના કાર્યકરને પોતાના સાથીદારો સાથે ઝારખંડ જવા માટે 1લાખ 16 હજાર જેટલી રકમ આપી હતી. જો કે કોઈપણ પ્રકારની ટોકન આપવામાં આવી ન હતી પૈસા આપ્યા બાદ પણ ચાર દિવસ સુધી ટિકિટ આપવામાં આવી ન હતી જેને કારણે આ યુવાન દ્વારા ભાજપના કાર્યકર રાજેશ વર્મા પાસે પોતાના રૂપિયા માંગ્યા હતા. જો કે રાજેશ વર્માએ ગુસ્સામાં આવીને યુવાનને ઢોર માર માર્યો હતો. આ ઘટના બાદ યુવાનને બાદ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, બીજી તરફ લિંબાયત પોલીસ સ્ટેશન રાજેશ વર્મા વિરુદ્ધ ગુનો નોંધી મોડી રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ફરિયાદીને મારતો વીડિયો ઉતારનાર અન્ય યુવાને દબાણ વશ થઈ તેના મકાન માલિકે કાઢી મૂક્યો હતો. હાલ આ યુવાન પણ રસ્તા પર પોતાના બે બાળકો સાથે આવી ગયો છે. વીડિયો ઉતારનાર વ્યક્તિને ભાડાના ઘરમાંથી કાઢી મુકાયોનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાજપ કાર્યકર રાજેશ વર્મા દબાણ હેઠળ બહાર કાઢી મુક્યો હોવાના આરોપ છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.