લોકડાઉન-4: સરકારની મંજૂરી મળતાં જ ભરૂચના બજારો ધમધમી ઉઠ્યા - લોકડાઉન 4.0
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7258640-680-7258640-1589872239416.jpg)
ભરૂચઃ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અપાયેલ લોકડાઉન 4ના નવા નિયમો સાથે અમલી બની ગયું છે. ગુજરાત સરકાર દ્વારા આ લોકડાઉનમાં વિશેષ છૂટછાટ આપવામાં આવી છે. ઘણા લાંબા સમયથી બંધ રહેલા ભરૂચના બજારો મંગળવારથી ધમધમી ઉઠ્યા છે. બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી. ઘણા સમય બાદ વેપાર રોજગારનો પણ પ્રારંભ થતા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.