ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા હિતુ કનોડિયાએ લોકોને મતદાન કરવાની કરી અપીલ - Appeal to vote
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આગામી દિવસોમાં આવી રહી છે. ત્યારે ETV ભારત દ્વારા દરેક લોકોને મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. મતદાન તમારો હક છે, મતદાન જરૂર કરવું જોઈએ અને બીજાને પણ મત આપવા માટે અપીલ કરવી જોઈએ. ETV ભારતની આ મુહિમમાં ગુજરાતના જાણીતા કલાકારો પણ જોડાઈ રહ્યાં છે. ત્યારે જાણીતા અભિનેતા હિતુ કનોડિયાએ ETV ભારત દ્વારા દરેક મતદારોને મત આપવા માટે અપીલ કરી છે અને તેમણે કહ્યું કે, જો તમે મત આપ્યો હશે તો જ તમે ફરિયાદ કરી શકો છો કે, અમારું કામ નથી કર્યું. મતદાન એ તમારો હક છે અને અધિકાર પણ તો મતદાન અવશ્ય કરજો.