રાજકોટ સિવિલના કોરોના વોર્ડમાં ડૉક્ટર્સ દ્વારા પોઝિટિવ દર્દીને માર મરાતો હોવાનો વીડિયો વાયરલ - ગુજરાત રાજ્યની મોટી સિવિલ હોસ્પિટલ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ સિવિલ હૉસ્પિટલના કૉવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ દર્દીને હૉસ્પિટલ સ્ટાફ અને સિક્યુરિટી સ્ટાફ દ્વારા માર મારતો હોવાનો વીડિયો વાયરલ થતા તંત્રમાં દોડધામ મચી છે. રાજકોટ શહેરમાં વાયરલ વીડિયો ચર્ચાનો વિષય બન્યો હતો. પરંતુ સમગ્ર મામલે સુપરિન્ટેન્ડેન્ટ પંકજ બુચે સ્પષ્ટતા કરી જણાવ્યું હતું કે, જે વીડિયો વાઇરલ થયો છે તે 9 સપ્ટેમ્બરનો છે. તેમજ આ કોરોના પોઝિટિવ દર્દી પ્રભાશંકર પાટીલ માનસિક રીતે પીડિત હોવાથી તે કૉવિડ સેન્ટરમાં પોતાના કપડા કાઢી નાખતો હતો. તેમજ તેને સારવાર માટે નાકમાં રાખેલી નળી પણ વારંવાર કાઢી નાખતો હતો. હૉસ્પિટલ સ્ટાફ દ્વારા તેને રોકવાના પ્રયાસો કરાયા હતા જેનો વીડિયો વાયરલ થયો છે. જો કે, આ અંગે સઘન તપાસ કરવાના પણ આદેશ જાહેર થયા છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ વાત કરી છે.