વડોદરામાં ભારે વરસાદઃ કાંસા રેસીડેન્સી અને કોટેશ્વરમાં લોકો ફસાયા, ફાયર બ્રિગેડ દ્વારા રેસક્યૂ - ફાયર બ્રિગેડ
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક 26 ફૂટની લગોલગ પહોંચી ગઈ હતી. કાંસા રેસીડેન્સી અને કોટેશ્વરના 500 લોકો નદીના પાણીમાં ફસાયેલા હોવાની માહિતી ફાયર બ્રિગેડને મળી હતી. જે બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડ દ્વારા બોટ મારફતે લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ 12 લોકો જ સ્થળાંતર થયા હતા. બાકીના લોકોએ પોતાના ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું છે. હાલ તો વિશ્વામિત્રી નદીની સપાટી 23 ફૂટ હોવાને કારણે કાંસા રેસીડેન્સી અને કોટેશ્વરના 500 લોકો નદીના પાણીમાં ફસાયેલા હોવાની માહિતી મળી હતી.