મનપાની પોલ છતી, વડોદરામાં અકોટા-મુંજમહુડા મુખ્ય માર્ગ પર 5 ફૂટ ઊંડો ભુવો પડ્યો
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ રાજ્ય સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. પ્રથમ વરસાદે જ પાલિકાની પોલ છત્તી થઇ હતી. તેવામાં ગતરાત્રે રવિવારે શહેરના અકોટા વિસ્તારથી મુંજમહુડા તરફ જતા રોડ પર કૃષ્ણશાંતિ સોસાયટી બહાર મહાકાય ભુવો પડતાં અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ છે. રાત્રી દરમિયાન એકાએક કડડભૂસ જમીન બેસી જવાનો અવાજ સંભળાતા જ સોસાયટીના રહીશો સ્થળ પર દોડી આવ્યા હતા. આશરે 5 ફૂટ ઊંડા ભુવાને કારણે કોઈ જાનહાની થાય નહીં તે માટે ભુવાને કોર્ડન કર્યો હતો. રહીશોએ જણાવ્યું હતું કે, અગાઉ પણ જ્યારે નજીવો રોડ બેસ્યો હતો ત્યારે કોર્પોરેશનમાં જાણ કરવામાં આવી હતી. તેમ છતાં પણ કોઈ કામગીરી નહીં થતાં આજે આ ભુવો પડ્યો છે. વડોદરા શહેરમાં વિવિધ પ્રકારના વિકાસના કામોની જાહેરાત કરનારા સેવાસદન તંત્રના ભ્રષ્ટ વહીવટને પગલે કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા છે અને કોઈ પણ કામના બિલ પાસ થઈ ગયા પછી કામો અધૂરા મૂકી અથવા તો આડેધડ રીતે કામગીરી પૂર્ણ કરવામાં આવે છે. જેના કારણે નાગરિકોએ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.