વડોદરાઃ LRD બહેનોની ભરતી પ્રક્રિયાને લઇ વિવિધ સમાજ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું - District Collector's Office
🎬 Watch Now: Feature Video

વડોદરાઃ LRD બહેનોને વહેલી તકે ફરજ પર લેવા બાબતે શહેરના વિવિધ સમાજ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજય સરકાર દ્વારા છેલ્લા કેટલાય મહિનાઓથી ભરતી પ્રક્રિયાને અટકાવી દેવામાં આવી છે. ત્યારે બીજી તરફ બે મહિનાના રાજય વ્યાપી હડતાળને સરકાર દ્વારા સમાધાન ફોર્મ્યુલા આપી શાંત પાડી દેવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતાં સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ ન નિકળતા LRD બહેનો દ્વારા ફરી એકવાર આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે અને વિવિધ સંગઠનોની સાથે મળી જિલ્લા ક્લેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. તેમજ જો આગામી 15 તારીખ સુધી સમસ્યાઓનું નિરાકરણ નહિં આવે કરવામાં આવે તો હડતાળની ચિમકી ઉચ્ચારી હતી.