સમગ્ર ભરૂચ જળ બંબાકાર, લોકો ફસાયા રસ્તાઓ પર - News of Bharuch
🎬 Watch Now: Feature Video
ભરૂચ શહેરમાં વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે સોસાયટીઓમાં પાણી ભરાયા છે. લિંક રોડ પર આવેલી અયોધ્યા નગર શ્રીજી સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. ભરૂચમાં ભારે વરસાદના કારણે ફુરજા વિસ્તારમાંથી પાણીનો વહેતો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. ભારે વરસાદના કારણે એસ.ટી.ડેપો નજીક આવેલ ઇન્દિરા નગરમાં વરસાદી પાણી ઘરમાં ઘુસી ગયા છે. અંકલેશ્વર સ્ટેશન રોડ પર આવેલ ખેતીવાડી કચેરી પાણીમાં થઇ ગરકાવ થઈ ગઈ છે.. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર પડી મોટી અસર દેખાઈ રહી છે, વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓનો કરવો પડ્યો સામનો કરવો પડ્યો છે. ભરૂચમાં ભારે વરસાદના કારણે અંકલેશ્વર- સુરત સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા છે.