રાજકોટના કોવિડ કેર સેન્ટરમાં ડૉક્ટર PPE કીટ પહેરીને ગરબે રમ્યા, વીડિયો વાઈરલ - Navratri Festival
🎬 Watch Now: Feature Video

રાજકોટઃ કોરોનાની મહામારીમાં ગરબા સહિતના જાહેર કાર્યક્રમ પર સરકાર દ્વારા પ્રતિબંધ ફરમવામાં આવ્યો છે, પરંતુ ગરબા રસિકો ઘરે જ પોતાની અનુકૂળતા મુજબ પરિજનો સાથે જ ગરબા રમી રહ્યાં છે. ત્યારે શહેરમાં સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે ફરજ બજાવતા ડોક્ટર PPE કિટ પહેરીને ગરબાના તાલે જુમ્યા હતા અને પોતાનો ગરબા રમવાનો શોખ પૂરો કર્યો હતો. મેડિકલ ઑફિસર ડૉ. ગૌરવે જણાવ્યું હતું કે, આ વર્ષે કોરોના મહામારી ચાલી રહી છે, જેથી મારી કોવિડ કેર સેન્ટરમાં હાલ ડ્યૂટી ચાલુ છે, એટલે હું ત્યા ડ્યૂટી નિભાવી રહ્યો છે, પરંતું દર વર્ષની જેમ આ વર્ષે પણ મને ગરબાની યાદ આવી એટલે મેં ડ્યૂટી સાથે PPE કીટ પહેરીને મારો ગરબે રમવાનો શોખ પૂરો કર્યો છે.