રાજકોટમાં ST બસના ડ્રાઈવરને કાર ચાલકે ધોકા વડે માર માર્યો, વીડિયો વાઈરલ - The driver of the car hit the bus driver
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ શહેરમાં નાગરિક બેન્ક ચોકમાં ST બસના 2 ડ્રાઇવરોને એક કાર ચાલકે માર માર્યો હતો. ખેડબ્રમ્હા-જૂનાગઢની ST બસની રૂટના ડ્રાઈવરને પાઇપ વડે માર મારતો હોઈ તેવો વીડિયો વાઇરલ પણ થયો છે. કાર ચાલક ડ્રાઇવરને પાઇપ વડે મારી રહ્યો હતો, ત્યારે અમદાવાદ-ઉપલેટા રૂટની ST બસના ડ્રાઈવરે તેને સમજાવવાનો પ્રયાસ કરતા તેને પણ માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને ST ના અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી. ST બસના ડ્રાઈવરે કારના નમ્બર GJ03 LG 4213 નંબરની હોવાની માહિતી આપી છે.