રાજકોટ: ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ઘરેલુ T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની ત્રીજી મેચ રમવા માટે રાજકોટ પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા મંગળવારે અહીં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડ સામે રમશે. રવિવારે મોડી રાત્રે જ્યારે ટીમ એરપોર્ટ પહોંચી ત્યારે ચાહકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
Rajkot, Gujarat: Team India arrived in the city ahead of the third T20 match against England. Fans gathered outside the hotel to catch a glimpse of the players pic.twitter.com/tLvoO0lR7p
— IANS (@ians_india) January 26, 2025
રાજકોટમાં ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત:
બંને ટીમો સોમવારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે મંગળવારે યોજાનારી ત્રીજી T20 મેચ પહેલા પ્રેક્ટિસ કરશે. મેન ઇન બ્લુએ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી પહેલી મેચ 7 વિકેટથી જીતીને શ્રેણીની શાનદાર શરૂઆત કરી. તેણે ચેન્નાઈમાં પણ પોતાની લય જાળવી રાખી અને એક નજીકની મેચમાં શાનદાર વિજય નોંધાવ્યો.
ચેન્નઈથી વિજય હાર પહેરી ટીમ રાજકોટ પહોંચી ત્યારે કાઠિયાવાડી પરંપરા મુજબ ઢોલ અને ગરબાના તાલે રાજકોટમાં ખેલાડીયોનું સ્વાગત કરાયું હતું. ખેલાડીઓની એક ઝલક જોવા માટે ક્રિકેટ રસિયા હોટલની બહાર ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત ખેલાડીઓને રાત્રિના ભોજનમાં ઓળો રોટલો, લીલા ચણાનું શાક, દહીં તીખારી જેવી ભવ્ય અતિ ભવ્ય વાનગીઓ પીરસવામાં આવશે.
VIDEO | Gujarat: Indian cricket team arrives in Rajkot ahead of 3rd T20I against England, scheduled to be held on January 28.
— Press Trust of India (@PTI_News) January 26, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/zD9T9UQZhx
ભારત શ્રેણીમાં 2-0થી આગળ:
શનિવારે ચેન્નાઈમાં બીજી મેચ 2 વિકેટથી જીતીને ટીમ ઈન્ડિયા 5 મેચની T20 શ્રેણીમાં 2-0થી આગળ છે. 166 રનના લક્ષ્યનો પીછો કરતા, તિલક વર્માના અણનમ 78 રનની મદદથી ટીમે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં 4 બોલ બાકી રહેતા વિજય મેળવ્યો.
તિલક વર્માએ એકલા હાથે મેચ જીતાડી:
આ મેચમાં ભારત તરફથી સૌથી વધુ રન તિલક વર્માએ બનાવ્યા જે ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યા હતા. તેણે 55 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 72 રનની શાનદાર ઇનિંગ રમી. તેમના ઉપરાંત વોશિંગ્ટન સુંદરે પણ 19 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 26 રનનું યોગદાન આપ્યું. અક્ષર પટેલ 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા, જ્યારે અર્શદીપ સિંહે 6 અને રવિ બિશ્નોઈએ 9* રન બનાવ્યા.
#WATCH राजकोट (गुजरात): भारत और इंग्लैंड की क्रिकट टीम राजकोट के होटल पहुंची। जहां उनका स्वागत किया गया। https://t.co/ONe3CihSd4 pic.twitter.com/6R6hu5o7iX
— ANI_HindiNews (@AHindinews) January 26, 2025
નીતિશ રેડ્ડી અને રિંકુ સિંહ ઘાયલ થયા:
બીજી T20 મેચ શરૂ થાય તે પહેલા ટીમ ઈન્ડિયાને બે મોટા આંચકાનો સામનો કરવો પડ્યો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઇજાગ્રસ્ત નીતિશ કુમાર રેડ્ડી અને રિંકુ સિંહના સ્થાને શિવમ દુબે અને રમનદીપ સિંહનો ભારતીય ટીમમાં સમાવેશ કર્યો છે. 24 જાન્યુઆરીએ ચેન્નાઈમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન રેડ્ડીને સાઈડ સ્ટ્રેનનો સામનો કરવો પડ્યો હતો. તે હાલની 5 મેચની T20 શ્રેણીમાંથી બહાર છે.
22 જાન્યુઆરીના રોજ ઈંગ્લેન્ડ સામેની પહેલી T20I મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે રિંકુ સિંહને કમરના નીચેના ભાગમાં દુખાવો થયો હતો. તે વર્તમાન T20 શ્રેણીની બીજી અને ત્રીજી મેચમાંથી બહાર છે.
A game-changing flick 👌🏻
— BCCI (@BCCI) January 26, 2025
A number " 72" coincidence 🤔
a thrilling chepauk chase 🔝
..in the words of "won"der men - tilak varma & ravi bishnoi 😎
watch 🎥🔽 - by @28anand & @mihirlee_58 #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank
ઇંગ્લેન્ડ સામેની T20I શ્રેણી માટે ભારતીય ટીમ:-
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (ઉપ-કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિવમ દુબે, રમનદીપ સિંહ.
આ પણ વાંચો: