સુરતની હૉટલોમાંથી 'No admission without any permission'ના બોર્ડ હટાવાયા - આરોગ્ય અને ફૂડ વીભાગ
🎬 Watch Now: Feature Video

સુરત :રાજ્યભરમાં આવેલી રેસ્ટોરન્ટ અને હૉટલોમાં રસોડાની બહાર લગાડવામાં આવેલા 'no admission without any permission'ના બોર્ડ તાત્કાલિક દૂર કરવા અંગે રાજ્યના આરોગ્ય અને ફૂડ વીભાગના કમિશનરે પરિપત્ર બહાર પાડ્યો છે. શહેરમાં પાલિકા દ્વારા તેનું અમલીકરણ કરાવવાનો આદેશ પણ જારી કરી દેવામાં આવ્યો છે. ફુડ અને આરોગ્ય કમિશનરના આ નિર્ણયને ગ્રાહકો સાથે હૉટલ માલિકો પણ આવકારી રહ્યા છે. આ અંગે ETV Bharat દ્વારા સુરતની હૉટલમાં રિયાલીટી ચેક હાથ ધરવામાં આવ્યો હતો. જ્યાં હૉટલમાંથી 'No admission without any permission'ના બોર્ડ હટાવી દેવામાં આવ્યા છે. હૉટલ માલિકોનાં કહેવા મુજબ આ નિર્ણય ખૂબ જ યોગ્ય છે. ગ્રાહકોને પોતાના અધિકાર મળવા જોઇએ. જે હૉટલમાં તેઓ જમવા માટે જાય છે, તે કેટલું ગુણવત્તાયુક્ત છે, તે જાણવાનો પુરેપુરો અધિકાર ગ્રાહકને છે. સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રને હૉટલોએ પણ આવકારી અમલ કરવા તાકીદ હાથ ધરી છે.