શરદ પૂનમ નિમિતે અંબાજી મંદિરમાં પૌઆ પૂનમની ઉજવણી - sarad punam na garba
🎬 Watch Now: Feature Video

શરદ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે મંદિરમાં પૌઆ પૂનમ ઉજવાઈ હતી. હજારોની સંખ્યામાં ખેલૈયાઓએ શરદ પુનમની રાતે ગરબાની મોજ માણી હતી . 800 કિલો દુધ પૌઆનો પ્રસાદ શ્રદ્ધાળુંઓને વહેંચવામાં આવ્યો હતો. જેનાં માટે લાંબી લાઇનો જોવા મળી હતી. શરદ પૂર્ણિમાને કાજુરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. શિતળ ચાંદનીમાં તૈયાર થયેલાં પૌઆ ઔષધ પણ છે. દૂધ પૌઆનો પ્રસાદ ગ્રહણ કરવાથી શરીરમાંથી નેગેટીવ ઉર્જા દુર થાય છે.