પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને સૌરાષ્ટ્ર-કચ્છના ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે શ્રદ્ધાંજલિ અર્પી - Former Chief Minister Keshubhai Patel
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગુરુવારે નિધન થયું છે. ત્યારે સૌરાષ્ટ્ર કચ્છના ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે કેશુબાપાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેશુભાઈના નિધનના સમાચાર સાંભળી હું દુઃખની લાગણી અનુભવી રહ્યો છું. કેશુભાઈએ સૌરાષ્ટ્રની સમસ્યાઓ દૂર કરવા માટે ઘણા કાર્યો કર્યા છે. તેમણે રાજકોટ-અમદાવાદ હાઇવે, ચેકડેમ તલાવડી યોજનાઓ, કુંવરબાઈનું મામેરું, સૌરાષ્ટ્રના ગામડે-ગામડે પીવાનું પાણી પહોંચાડવા જેવી અનેક લોકહિતના કાર્યો કર્યા હતા. આજે ગુજરાતના ગામડાઓમાં જો ભારતીય જનતા પક્ષની સ્વીકૃતિ થઈ હોય તો તે કેશુભાઈ પટેલના કારણે થઈ છે.