રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.42 કરોડના કામોને અપાઈ મંજૂરી - મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક
🎬 Watch Now: Feature Video
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની શુક્રવારના રોજ બેઠક મળી હતી. સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજકોટના રોડ રસ્તાઓ, પાણીની નવી પાઇપલાઇન જેવા અલગ અલગ અંદાજીત રૂ.42 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે જ મનપા દ્વારા ચોમાસા દરમિયાન કરાઈ રહેલ પ્રિમોન્સૂન કામગીરી ચોમાસાના અલગ અલગ વિસ્તારમાં ભરતા પાણીના નિકાલની વ્યવસ્થા અંગેની પણ કર્યા કરી તાત્કાલિક આ પ્રકારના કામો પુરા કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જ્યારે શહેરના ભયજનક મકાનો અને ઇમારતોના સર્વે માટે સ્ટ્રક્ચર એન્જીનીયરની નિમણુંક પણ કરવામાં આવી છે.