હાથરસમાં બનેલી ઘટના બાદ જૂનાગઢમાં VHP, SC, ST અમે OBC એકતા મંચે આપ્યું કલેક્ટરને આવેદનપત્ર - હાથરસની ઘટના બાદ વિરોધ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ હાથરસમાં જાતીય દુષ્કર્મ અને ત્યાર બાદ થયેલા યુવતીના મોતને લઈને હવે સમગ્ર દેશમાં ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યા છે. જેથી જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ SC, ST અમે OBC એકતા મંચ દ્વારા જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જેમાં અપરાધીઓની સાથે જે લોકો અપરાધીઓનું રક્ષણ કરી રહ્યા છે, તેવા તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માગ કરી છે. જૂનાગઢ જિલ્લા કલેકટરને વિશ્વ હિન્દુ પરિષદ SC, ST અમે OBC એકતા મંચે સંયુક્ત રીતે આવેદનપત્ર આપીને ઘટનાક્રમને આકરા શબ્દોમાં વખોડી અને યુવતી અને તેના પરિવાર પ્રત્યે સાંત્વના પાઠવી હતી.