સુરતમાં હીરાના કેટલાક કારખાનાઓ શરૂ થતા પોલીસે બંધ કરાવ્યા - coronavirus news
🎬 Watch Now: Feature Video
સુરત: કોરોના વાયરસને કારણે સુરતને 25 તારીખ સુધી લોક ડાઉન કર્યું છે અને આ ગંભીર સમસ્યાને કારણે આગામી 31 માર્ચ સુધી હીરા ઉદ્યોગ બંધ રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ત્યારે સોમવારે સુરતના મહિધરપુરામાં કેટલીક હીરા ઓફીસ અને કારખાનો શરૂ થયા હતા જેની જાણ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી. તમામ ઓફીસ અને કારખાનાઓ બંધ કરાવ્યા હતા. આ સાથે જ પોલીસે તાત્કાલિક તમામ વેપારીઓને ઓફિસો બંધ કરવા સુચના આપી દીધી હતી અને લોકોને ઘરમાં જ રહેવા અપીલ પણ કરી હતી.