વડોદરામાં શ્રમિક લોન સહાય મેળવવા લોકોનું ટોળું ઉમટ્યું, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા - labor loan assistance
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરના શ્રમિકોને આપવામાં આવતી 10 હજારની લોન સહાય લેવા માટે મંગળવારે વડોદરાની વહીવટી વોર્ડ નંબર 11ની કચેરી ખાતે લોકો ઉમટી પડ્યા હતા. જે દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. તાજેતરમાં જ સરકાર દ્વારા લારી-ગલ્લા, પથારાવાળા, સહિત શ્રમિકોને 10 હજારની લોન આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પણ તેની સામે કોરોના મહામારીને લઈ કોઈ સુવિધા ઉપલબ્ધ નહીં કરવામાં આવતા સરકારની ગાઈડલાઈનનો ભંગ થયો હતો.