નવા કૃષિ કાયદાથી ફક્ત મોટી કંપનીઓને ફાયદો, ખેડૂતોને પાયમાલી થશે: ભૂપેન્દ્રસિંહ હુડ્ડા - કૃષિ બીલ અંગે ખેડૂતોનું આંદોલન
🎬 Watch Now: Feature Video

સુરત : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નિધન બાદ શનિવારે તેમને શ્રદ્ધાંજલિ આપવા કોંગ્રેસના દિગ્ગજો સુરત પહોંચ્યા હતા. ગુલામનબી આઝાદ, સાંસદ આનંદ શર્મા અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અંકલેશ્વર થઇને પીરામણ જશે જ્યાં તેઓ અહેમદ પટેલના પરિવારજનોને મળી સાંત્વના પાઠવશે. ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ ખેડૂત આંદોલન અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે કૃષિબીલ અંગે ખેડૂતોની વ્યથા વ્યાજબી છે. નવા કૃષિ કાયદાથી ફક્ત મોટી કંપનીઓને જ ફાયદો છે જ્યારે ખેડૂતોને પાયમાલી થશે. નેતાઓ એરપોર્ટ આવતા કોનવેમાં 4 ગાડી વધારાની ઘુસી ગઈ હતી. જેને લઇને સ્થાનિક પોલીસે ગાડીઓ ડિટેઇન કરી હતી.