સુરત: હીરા બજારમાં ભારત બંધની આંશિક અસર, મોટાભાગની કંપનીઓ અને પેઢીઓ ચાલુ રહી - farmers protest
🎬 Watch Now: Feature Video
સુરતમાં રોજની જેમ વહેલી સવારથી જ હીરાના વેપાર સાથે સંકળાયેલા લોકો પોતપોતાની દુકાનો અનેે કંપનીઓમાં પહોંચી ગયા હતા. કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ હીરાબજારને બંધ રખાવવા માટે આવ્યા પણ હતા, પરંતુ મિનિ બજાર ખાતે રત્ન કલાકારો અને વેપારીઓ ભારત બંધમાં જોડાયા નહોતા માત્ર 20 ટકા જેટલી દુકાનો બંધ જોવા મળી રહી છે. લોકો રોજની જેમ જ શાંતિપૂર્ણ માહોલમાં કામકાજ કરી રહ્યા છે.