જામનગરઃ દરેડમાં રંગમતી નદીના પ્રવાહમાં ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ - Khodiyar temple submerged in water
🎬 Watch Now: Feature Video
જામનગરઃ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના દરેડમાં રંગમતીના પ્રવાહમાં દર વર્ષે પાણીમાં ખોડિયાર માતાજીનું મંદિર પણ ડૂબી જતું હોય છે. ત્યારે આ વર્ષે પણ ભારે વરસાદના કારણે ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થયું છે. અનરાધાર વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓ ગાંડીતુર બની છે. જામનગરની રંગમતી નદીમાં પણ ભારે પૂર આવ્યું છે. આમ તો દર વર્ષે મોટી સંખ્યામાં લોકો અહીં નદીનો નજારો જોવા માટે આવતા હોય છે, જોકે આ વખતે કોરોનાની મહામારીને કારણે તંત્ર દ્વારા લોકોની આવન-જાવન પર પ્રતિબંધ મૂક્યો છે.
Last Updated : Jul 7, 2020, 10:58 PM IST