જામનગરની જી.જી હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે ઉજવાયો, સોશિયલ ડિસ્ટન્સનું કરાયું પાલન - International nurse day celebrate
🎬 Watch Now: Feature Video

જામનગરઃ આજે આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે નિમિત્તે જામનગરની જી.જી હોસપીટલ ખાતે TNTI લોકલ યુનિટ દ્વારા નર્સિંગ-ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ નંદિની બિહારી અને ડી.એન ટી આઈ લોકલ યુનિટના હોદ્દેદારો અને નર્સિંગ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દિપ પ્રાગટ્ય કરી નર્સિંગ વ્યવસાયના પ્રણેતા florence nightingaleની 200મી જન્મજયંતી નિમિત્તે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું. હાલ જામનગર જી.જી હોસ્પિટલ હોસ્પિટલના 60 જેટલા નર્સિંગ સ્ટાફ કોવિડ-19 વોર્ડમાં નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવી રહ્યા છે.