વડોદરા: સમતા રોડ પર આવેલા માઈ મંદિરમાં મહિલાને બંધક બનાવી તસ્કરોએ ચોરી કરી - Laxmipura Police
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરના સમતા રોડ પર આવેલા માઈ મંદિરમાં રહેતા અને સેવા આપતા 75 વર્ષીય સરોજ બેન રાત્રે મંદિરમાં સુઈ રહ્યા હતા. તે દરમિયાન રાતના 3 વાગ્યા આસપાસ 3 તસ્કરો મંદિરમાં પ્રવેશ્યા હતા અને સરોજ બેનને બંધક બનાવી માતાજીને ચડાવેલા ખોટા ઘરેણાં, CCTVના ડીવીઆર અને છૂટક રૂપિયાની ચોરી કરી નાસી ગયા હતા. દરમિયાન મહા મુશ્કેલીએ સરોજબેન બંધનમાંથી મુક્ત થયા હતા. રસ્તે જતા રાહદારીએ મંદિરમાં હલચલ જોઈ ત્યાં તપાસ કરતા ચોરી થઈ હોવાનું જણાતા રાહદારીએ મંદિરના સંચાલક વર્ષા ચૌહાણને ફોન કરીને બોલાવ્યા હતા. જેઓએ તત્કાલ માઈ મંદિર ખાતે પહોંચી લક્ષ્મીપુરા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે ચોરીની ઘટનાની તપાસ હાથ ધરી હતી.