વડોદરામાં વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે રૂપિયા 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો - Surveillance team
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરમાં એક ગાડીમાં શાકભાજીની આડમાં છુપાવી લઈ જવામાં આવી રહેલો વિદેશી શરાબનો જથ્થો પાણીગેટ પોલીસ મથકની સર્વેલન્સની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસે 4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન શરાબની હેરાફેરીની બાતમી મળતા ટીમે કપુરાઈ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી ગાડીને ઝડપી લીધી હતી. જેમાંથી જુદીજુદી બ્રાન્ડની 744 નંગ બોટલો મળી આવી હતી. જે સંદર્ભે પોલીસે મધ્યપ્રદેશના લક્ષ્મણ રાઠવા અને છોટાઉદેપુરના શૈલેષ રાઠવાની ધરપકડ કરી હતી. જ્યારે 4,36,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી શરાબનો જથ્થો આપનાર એમ.પી.ના જીતેન રાઠવા અને શરાબ લેનારા વડોદરાના રૂપેશ નામનાં વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.