પોરબંદરમાં મેઘરાજાનું આગમન: ખેડૂતોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ - heavy rain in porbandar

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 27, 2021, 7:55 PM IST

ગુજરાતભરમાં વરસાદની આગાહીના પગલે પોરબંદરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. 4 કલાકમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. જ્યારે પોરબંદર, રાણાવાવ, કુતિયાણા અને માધવપુરના મુખ્ય બજારોમાં પણ પાણી ભરાયા હતા. ત્યારે દરિયાકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ન જવાની સૂચના પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે. ઉપરાંત માછીમારોને પણ દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.