રાજકોટમાં ભારે વરસાદથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત: જુઓ વીડિયો - Rajkot
🎬 Watch Now: Feature Video

રાજકોટમાં કાલથી શરૂ થયેલા મેઘરાજા આજ સુધી યથાવત રહેતા અનેક વિસ્તારોમાં પણી ભરાયા હતા. જ્યારે અમુક વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતુ. ભારે વરસાદના કારણે રાજકોટ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતુ. રાજકોટમાં ગઇકાલથી અત્યાર સુધીમાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. રાજકોટમાં ભારે વરસાદ આવતા મહાનગરપાલિકાના અધિકારીઓ પણ કન્ટ્રોલ રૂમમાં પહોંચી ગયા હતા અને પળે પળે નજર રાખી રહ્યા છે.