નિસર્ગ વાવાઝોડાની અસરના પગલે ગીરસોમનાથમાં ભારે વરસાદ વરસ્યો - ગીર સોમનાથ વરસાદ
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથઃ નિસર્ગ વાવાઝોડાની અસરના પગલે ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. જિલ્લાના મુખ્યમથક વેરાવળ અને કેરીનું હબ ગણાતાં તાલાલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતાં રસ્તાઓ ઉપર પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે ઉનાળાની કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકોને રાહત થઈ છે. જોકે કેરીનું હબ ગણાતા તાલાલામાં વરસાદને કારણે કેરીને નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે.