રાજકોટ સિવીલ હોસ્પિટલમાં બ્લડની જરૂરિયાત પડતા ગોંડલના યુવાનો ઉમટ્યા - Rajkot news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5042389-thumbnail-3x2-raj.jpg)
રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં જ થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડની જરૂરિયાત ઉભી થઇ હતી. જે અંગેના મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થતા રાજકોટ સહિત આસપાસના ગામના યુવાનો સિવીલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેટ માટે દોડી આવ્યા હતાં, ત્યારે ગોંડલના યુધ્ધ એ જ કલ્યાણ ગ્રુપના 50 કરતા વધુ યુવાનોએ બ્લડ ડોનેટ કર્યું હતું. યુવાનોએ અંદાજિત 40 જેટલી બ્લડની બોટલો એકત્રિત કરી આપી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટ સિવીલ હોસ્પિટલને સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ગણાય છે, ત્યારે અવારનવાર અહીં દર્દીઓને બ્લડની જરૂરિયાત ઉભી થતી હોય છે. જેને લઈને યુવાનો દ્વારા બ્લડ ડોનેટ કરી સમાજને એક આગવું ઉદાહરણ પૂરું ઓળવામાં આવ્યું છે.