પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું નિધનઃ ભાવનગરના પૂર્વ સાંસદે અર્પી શ્રદ્ધાંજલિ - Former Bhavnagar MP Raju Rana paid tributes
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9354857-thumbnail-3x2-bhavnagar.jpg)
ભાવનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું ગુરુવારના રોજ નિધન થયું છે. ત્યારે ભાવનગરના પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ રહેલા રાજુ રાણાએ તેમને શ્રદ્ધાંજલિ આર્પી છે. "સાચો અને સારો માણસ જતો રહ્યો" તેવા સંબોધન સાથે રાજુ રાણાએ જણાવ્યું કે, કેશુબાપા સંબંધો સાચવવા વાળા વ્યક્તિ હતા. એક સમયની પૂર્વ ચૂંટણીમાં કેશુબાપાએ જાહેર સભામાં રાજુભાઈને લઈને કહ્યું હતું કે, મારા પર ભરોસો મૂકી શકો તેટલો તમે રાજેન્દ્રસિંહ રાણા પર મૂકી શકો છો. આ શબ્દ આજે પણ રાજુભાઇ યાદ કરીને તેમના રાજકરણના શીખવેલા સિદ્ધાંતને વળગીને જીવન વિતાવી રહ્યાં છે.