ખુલ્લા પડેલા વરસાદી ગટરના ઢાંકણાએ વડોદરા મહાનગરપાલિકાની પોલ ખોલી - Exposed rain gutter covers
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરના વિહાર ટોકીઝથી પ્રતાપનગર તરફ જતાં માર્ગ પર ખુલ્લું પડેલું વરસાદી ગટરનું ઢાંકણ કેમેરામાં કેદ થતાં પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી છતી થઈ હતી. જાહેર માર્ગ પર આ અર્ધ હાલતમાં ઢાંકણ ખૂલેલી વરસાદી ગટરને લઈ પસાર થતાં વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જેને લઈ લોકોમાં તંત્ર સામે આક્રોશ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, તંત્રની બેદરકારીને કારણે ગત વર્ષે વડોદરા શહેરમાં પુરનો સામનો કરવો પડ્યો હતો. તંત્રના પાપે હજારો લોકો ઘર-વિહોણા બન્યા હતા અને તેમને મોટી માત્રામાં ઘરવખરીઓનું નુકસાન થયું હતું.