માંડવી ખાતે પસાર થતી તાપી નદીમાં ભારે પાણીની આવક થતા રિવરફન્ટ થયો પાણીમાં ગરકાવ - heavy rain
🎬 Watch Now: Feature Video
દક્ષિણ ગુજરાતના મોટાભાગના ડેમો ઓવરફ્લો થયા છે, ત્યારે ઉપરવાસમાં સતત વરસાદને લઈને ખેડૂતોના જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પણ ભારે પાણીની આવક થતા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા માંડવી ખાતે પસાર થતી તાપી નદીમાં હાલ ભારે પાણીની આવક થઈ છે, નદીના બન્ને કાંઠે પાણી ફરી વળતા નદીનો રીવરફ્રન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે તાપી નદી તરફ જવાનો રસ્તો બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.