રાજકોટ કિસાન સંઘના કાર્યકર્તાઓ કલેક્ટરને આવેદનપત્ર પાઠવે તે પહેલા જ 18ની અટકાયત - Rajkot District Collector
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8763200-1019-8763200-1599817467275.jpg)
રાજકોટઃ કિસાન સંઘના કાર્યકર્તાઓ શુક્રવારે જિલ્લા કલેક્ટરને મગફળીના ભાવ અને રાજકોટ ડેરીના ભાવને લઈને આવેદનપત્ર આપવા આવ્યા હતા, જોકે તેઓ આવેદન પત્ર આપે તે પહેલા જ પોલીસે 18 આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જેથી કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. તેમની માગ છે કે, રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં મગફળીના ટેકાના ભાવ 1055 રૂપિયા જાહેર કર્યા છે તેની સામે 1200 રૂપિયા કરવામાં આવે. જ્યારે બીજી માગ છે કે, પશુપાલકોને રાજકોટ ડેરી દ્વારા યોગ્ય ભાવ આપવામાં આવે. કિસાન સંઘે આક્ષેપ કર્યો છે કે, ચૂંટણી આવે ત્યારે રાજકોટ ડેરી દ્વારા ભાવ વધારાની જાહેરાત કરવામાં આવે છે અને ચૂંટણી બાદ ભાવ વધારો પશુપાલકોને આપવામાં આવતો નથી.