વડોદરા: સિલિન્ડરમાંથી રાંધણ ગેસ ચોરીનું કૌભાંડ, ગેસ ચોરી કરતા બે ઇસમો રંગેહાથ ઝડપાયા - ગેસ ટ્રાન્સફર
🎬 Watch Now: Feature Video

વડોદરા: શહેરમાં સિલિન્ડરમાંથી રાંધણ ગેસ ચોરીનું કૌભાંડનું સામે આવ્યું છે. અપના બજાર એજન્સીના ટેમ્પો ચાલક અને ક્લિનર ગેસની ચોરી કરતા ઝડપાયા છે. પોલીસે આ ટેમ્પોની તપાસ કરતા કુલ 37 સિલિન્ડર મળ્યા હતા, જે પૈકીના 4 સિલિન્ડના સીલ તોડેલા હોવાની તેમજ એક ખાલી બોટલ સાથે ભરેલા ગેસના બોટલનો ગેસ ટ્રાન્સફર કરવા માટે પાઈપ લગાવેલી મળી હતી. પોલીસે વજનકાંટાથી તપાસ કરતા કુલ 23 સિલન્ડરોમાં પૈકી એક સિલિન્ડનરમાં અઢી કિલો ગેસ ઓછો હોવાનું ખુલ્યું હતું. આ બન્ને ઇસમ સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરતા હોવાની જાણ થતા પોલીસે આ બન્નેની ઠગાઈ તેમજ આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ અટકાયત કરી તેમની પાસેથી ટેમ્પો, એક વજનકાંટો, સળિયાવાળી ગેસ ટ્રાન્સફરની પાઈપ, ગેસ બોટલના દોરી બાંધેલા પ્લાસ્ટીકના 31 સીલ, ગ્રાહકોના 46 બીલ તેમજ બે મોબાઈલ ફોન સહિત 1 લાખ 6 હજાર 714 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.