જામનગરમાં રણજીતસાગર ડેમના નવાનીરના ભાજપે કર્યા વધામણાં - lakhota Lake
🎬 Watch Now: Feature Video
જામનગરઃ જિલ્લામાં ભાજપ દ્વારા શુક્રવારે વરસાદથી છલકાયેલા રણજીતસાગર ડેમ અને લાખોટા તળાવના નવાનીરના વધામણાં કરવામાં આવ્યા હતા. જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદથી શહેર અને જિલ્લાના તમામ જળાશયો છલકાયા છે, ત્યારે જામનગર ભાજપ દ્વારા શહેર મધ્યે આવેલા લાખોટા તળાવ અને શહેરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમમાં આવેલા નવાનીરને પૂજન–અર્ચન કરી વધાવવામાં આવ્યાં હતા. મેયર હસમુખ જેઠવાના હસ્તે ડેમના નવાનીરને વધાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડક સહિત ભાજપના કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.