સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ, અમદાવાદમાં સૌથી ઓછું મતદાન 37.81 ટકા - Municipal corporation Election
🎬 Watch Now: Feature Video

અમદાવાદઃ રાજ્યમાં 6 મહાનગરપાલિકાની આજે રવિવારે ચૂંટણી યોજાઈ હતી, ત્યારે સાંજે 6 કલાકે અમદાવાદમાં સૌથી ઓછું 37.81 ટકા મતદાન નોંધાયું છે. આ અંગે અમાદાવાદના સ્થાનિક લોકોએ જણાવ્યું કે, જે લોકોએ મતદાન કરવું હતું, તે લોકોએ કોઈ પણ સ્થિતિમાં મત આપ્યો છે. આ સાથે જ ઓછું મતદાન થવા અંગે અમદાવાદીઓએ જણાવ્યું કે, રવિવાર હોવાથી મતદાન ઓછું થયું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કુલ 48 વોર્ડ અને 192 બેઠકો છે. જેમાંથી 96 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ અમદાવાદમાં કુલ 46, 24, 592 મતદારો છે. જે પૈકી 24, 14, 451 પુરુષો, 22, 09, 976 મહિલા અને 165 ટ્રાન્સજેન્ડર છે. આ ઉપરાંત એક માત્ર અમદાવાદમાં એક બેઠક બિનહરીફ જાહેર થઇ છે.