જામનગરમાં દુષ્કર્મનો આરોપી ઝડપાયો, ધો.10માં અભ્યાસ કરતી સગીરાને શિકાર બનાવી હતી - સામુહિક દુષ્કર્મની ઘટના
🎬 Watch Now: Feature Video
જામનગર: જિલ્લામાં છેલ્લા ચાર દિવસમાં ત્રણ જેટલી સગીરાઓ દુષ્કર્મનો ભોગ બની છે. શહેરમાં સામુહિક દુષ્કર્મની ઘટના બન્યા બાદ જામજોધપુરમાં પણ સગીરા પર દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ધોરણ 10માં અભ્યાસ કરતી યુવતિને યુવકે પ્રેમજાળમાં ફસાવી વાંરવાર દુષ્કર્મ આચર્યુ હોવાનું બહાર આવ્યું છે. જામનગર પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે. આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. દુષ્કર્મ કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. જો કે, પોલીસે જુદી-જુદી ટીમો બનાવી બુધવારે ગણતરીની કલાકમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે.