દાહોદમાં વિશ્વ માલધારી દિવસ નિમિત્તે માલધારી સમાજનું સંમેલન કાર્યક્રમ યોજાયું - દાહોદ સમાચાર
🎬 Watch Now: Feature Video
દાહોદઃ દાહોદ જિલ્લામાં માલધારી યુવા સંગઠન દ્વારા વિશ્વ માલધારી દિવસ નિમિત્તે પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે માલધારી સમાજના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં પંચમહાલના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલન સમારોહ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્ય કલાકાર યોગેશ્વર દાન દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આજુબાજુના વિસ્તારમાંથી અનેક માલધારીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.