સુરતમાં થાઈલેન્ડની યુવતીનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો - સળગેલી હાલતમાં મૃતદેહ
🎬 Watch Now: Feature Video
સુરતઃ શહેરના મગદલ્લા ગામના મકાનમાંથી યુવતીનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો છે. મગદલ્લા ગામમાં આવેલી ભૈયાભાઈ સ્ટ્રીટમાં થાઈલેન્ડની યુવતી ભાડે રહેતી હતી. વહેલી સવારે ગામવાસીઓને શંકા જતા દરવાજો તોડી પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી દરવાજો તોડતા યુવતીનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સુરતના મગદલ્લામાં થાઈલેન્ડની મિમ્મી નામની મહિલા ભાડે રહેતી હતી અને મસાજ પાર્લરમાં કામ કરતી હતી. શનિવારના રોજ મિમ્મીને રાત્રે 8:30 કલાકે ઘર નજીક રહેતી બહેનપણીને મળીને આવ્યા બાદ કોઈ ઇસમ તેને ઘરે છોડી ગયું હતું. હાલ આ સ્ટ્રીટ ક્વોરન્ટીન છે અને પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. જોકે, ઘરમાં તાળુ મારવાની વાત બહાર આવતા પોલીસે પણ યુવતીના મોતને લઈને શંકા વ્યક્ત કરી છે. હાલ આ યુવતીએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઇ છે, તે દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.