વડોદરાના ઈંટોલા ગામમાંથી 5 ફૂટના મગરનું અને કેલનપુર ગામમાંથી 7 ફૂટના મગરનું કરાયું રેસ્ક્યું - Vadodara Forest Department
🎬 Watch Now: Feature Video

વડોદરાઃ શહેરના ઈંટોલા ગામમાંથી 5 ફૂટના મગરને અને કેલનપુર ગામમાંથી 7 ફૂટના મગરને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો હતો. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારે જણાવ્યું હતું કે ઈટોલા ગામમાં મગર આવ્યો છે, તેમ અમને જાણ થતા અમારી સંસ્થાના કાર્યકર અરૂણ સૂર્યવંશી અને વન વિભાગના અધિકારી જીગ્નેશ પરમારે ત્યાં પહોંચી 5 ફૂટના એક મગરનું રેસક્યુ કરી વન વિભાગને સોંપ્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે બીજા બનાવમાં શુકવારે કેલનપુર ગામમાં એક ખેતરમાં મગર આવ્યો છે તેવી જાણ થતા સંસ્થાના કાર્યકર યુવરાજ સિંહ રાજપુત અને વનવિભાગના અધિકારી શૈલેષ રાવલે ત્યાં પહોંચી 7 ફૂટના મગરનું રેસ્ક્યું કર્યું હતું.