2 ઑક્ટોબરે લોકગાયક ઓસમાણ મીરના કંઠે ગાંધી વંદના ETV BHARAT એપ પર...

By

Published : Oct 1, 2020, 4:57 PM IST

thumbnail

અમદાવાદઃ કલાગુર્જરી ગાંધીનગર છેલ્લા 13 વર્ષથી ગાંધી જન્મજયંતી નિમિત્તે ભજનાંજલિનો કાર્યક્રમ યોજી રહ્યું છે. આ વખતે 2 ઓકટોબર, 2020ને શુક્રવારે સવારે 6.30 કલાકથી 8.30 કલાક સુધી ભજનાંજલિનું આયોજન કરવામાં આવશે. આ ભજનાંજલિ કાર્યક્રમમાં ગાંધીજીના ભજનોને ખ્યાતનામ કલાકાર ઓસમાણ મીર કંઠ આપશે. આ ભજનાંજલિનો કાર્યક્રમ ETV BHARAT ગુજરાત મોબાઈલ એપ પર લાઈવ જોઈ શકાશે. કાર્યક્રમની વિગત આપતા પૂર્વ ગૃહરાજ્યપ્રધાન અને કલાગુર્જરી સંસ્થાના પેટ્રન મહેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, આ વર્ષે પણ બીજી ઓક્ટોબર, 2020ના રોજ ભજનાંજલિ કાર્યક્રમ ગાંધીનગર ટાઉનહોલના સામેના મેદાનમાં યોજાશે. જો કે, આ વર્ષે કોરોના મહામારીને કારણે પ્રેક્ષકોની હાજરી હશે નહીં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.