નાગપુરમાં ચાલતી બસમાં શોર્ટ સર્કિટ થતા લાગી આગ, પ્રવાસીઓનો આબાદ બચાવ - મુસાફરોનો આબાદ બચાવ
🎬 Watch Now: Feature Video
મહારાષ્ટ્રના નાગપુર શહેરના ભીડભાડવાળા મેડિકલ ચોકમાં સ્ટાર સિટી બસમાં (City Bus Fire In Nagpur) આગ લાગી હતી. બસની અંદરથી ધુમાડો નીકળતો જોઈને બસના ડ્રાઈવરે રસ્તા વચ્ચે વાહન રોકી કંડક્ટર સહિત તમામ પ્રવાસીઓને સલામત રીતે બહાર કાઢ્યા હતા. આ આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગના સમાચાર ફાયર બ્રિગેડને મળતાં જ ફાયરની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. એક મહિનાની અંદર આવી 2 બસોમાં આગ લાગી છે. હાલમાં નાગપુરમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. જેના કારણે આગની ઘટનાઓ વધી રહી છે. થોડા દિવસો પહેલા 1 સ્ટાર બસમાં આગ લાગી હતી, પરંતુ સદનસીબે તમામ પ્રવાસીઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST